ગુજરાતના સુરત (Surat) શહેરના કતારગામ (Katargam), મહિધરપુરા (Mahidharpura) અને વરાછા (Varachha) વિસ્તારમાં ચપ્પુ વડે હુમલો કરી લૂંટની ઘટનાઓને અંજામ આપનારા આરોપીઓ સામે સુરત પોલીસ (Surat Police) દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ (Surat Crime Branch) દ્વારા વધુ એક આરોપી લક્ષ્મણ ઉર્ફે ગુડ્ડુ (Laxman alias Guddu) ને ઝડપી પાડવામાં આવ્યો છે.
વહેલી સવારે ઝોન-2 ની ટીમે પરવેઝને ઝડપ્યો
આજે વહેલી સવારે સુરત પોલીસની ઝોન-2 (Zone 2) ની ટીમ દ્વારા પ્રથમ આરોપી પરવેઝ મુશરફ અન્સારી (Parvez Musharraf Ansari) ને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસ જ્યારે આરોપીને પકડવા ગઈ ત્યારે પરવેઝે પોલીસ હેડ કોન્સ્ટેબલ અનિલકુમાર અમરસિંહ (Head Constable Anilkumar Amarsinh) ઉપર ચાકુથી હુમલો કરતા તેઓ સ્થળ પર જ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. પરિસ્થિતિ વણસતા લિંબાયત પોલીસ સ્ટેશન (Limbayat Police Station) ના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. ચૌહાણ (PI D.D. Chauhan) એ ચપ્પુ ફેંકી દેવા ચેતવણી આપી હતી અને હવામાં એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. તેમ છતાં આરોપી PI પર ફરી હુમલો કરવા ધસતા સ્વબચાવમાં PI એ આરોપીના ડાબા પગમાં ગોળી મારી હતી.
