સુરતમાં ગુનાહિત પ્રવૃત્તિમાં વધારો થઈ રહ્યો છે. શહેરમાં ભાઈ બહેન સાથે કરોડોની ઠગાઈ કરી રહ્યો છે. તો અસમાજિક તત્વો પણ બેફામ બન્યા છે. સ્ટેટ મોનિટરિંગ સેલે બારડોલીમાંથી ડ્રગ્સની દાણચોરીનો પર્દાફાશ કર્યો. SMCએ બાતમીના આધારે ડ્રગ્સની દાણચોરીને લઈને શહેરમાં જુદા-જુદા સ્થાનો પર દરોડા પાડ્યા. આ દરોડામાંથી કુલ 1.16 કરોડ થી વધુનો ડ્રગ્સનો જથ્થો ઝડપ્યો. ડ્રગ્સની દાણચોરી કરનાર 1 શખ્સની અટકાયત કરવામાં આવી જ્યારે અન્ય 3 લોકો ફરાર થયા.
સ્ટેટ મોનિટરિંગ સેલને મળી મોટી સફળતા













