સુરતની વરાછા પોલીસને મળી મોટી સફળતા. વરાછા પોલીસે આંગડીયા ચોરી અને લૂંટના ગુનાના વધુ બે આરોપીઓને ઝડપી પાડ્યા. પોલીસે આરોપીઓને પકડવા ફિલ્મી ઢબે તેમનો પીછો કર્યો અને ચોરીનો માલ લઈ ફરાર થયેલા ગુનેગારોને દબોચ્યા. ચોમાસામાં વરસાદી આફત વચ્ચે પણ પોલીસ ચોરને પકડવા આકાશ-પાતાળ એક કર્યા અને પોતાની ટીમને કામ પર લગાવી હતી. અંતે પોલીસની મહેનત ફળી અને 16 લાખના દાગીનાની લૂંટના વધુ બે આરોપીઓને પકડવામાં સફળતા મળી.


બેખોફ ચોરો પર પોલીસનો સંકજો

અત્યારે વરસાદે સુરત શહેરને બાનમાં લીધું છે. વરસાદના કારણે વિસ્તારો જળબંબાકાર થયા. જો કે કેટલાક લોકો આવી સ્થિતિમાં પણ પોતાનો લાભ લેવાનું ચૂકતા નથી. થોડા દિવસો પહેલા એક વીડિયો સામે આવ્યો હતો જેમાં ચડ્ડી બનિયન ધારી ગેંગ સક્રિય થતા ઓફિસમાંથી ફક્ત કિમંતી વસ્તુઓ જ નહી આખેઆખી તિજોરીની ચોરી કરી હતી. જો કે પોલીસ પણ ચોરો પર બાજ નજર રાખી રહી છે. અને બેખોફ બનેલા ચોરને ગમે તે રીતે ઝડપી પાડે છે.

આંગડિયા કર્મચારીને લૂંટી લેવાયો

ગત મહિનામાં વરાછામાં આંગડિયાના કર્મચારીઓને લૂંટી લેવામાં આવ્યો હતો. આંગડિયાના બે કર્મચારીઓ રૂ42 લાખ લઈ જતા હતા દરમિયાન ચોર ટોળકીએ તેમને રસ્તામાં રોકી કહ્યું કે તમારી બેગમાં ગાંજો છે તે બતાવો. આમ, કહી ચાકુ અને છરીનો હુમલો કરવાની ધમકી આપી દાગીના ભરેલ બેગ લઈ ફરાર થઈ ગયા હતા. આરોપીને પકડવા વરાછા પોલીસે રાજસ્થાનમાં 17 દિવસથી ધામા નાખ્યા હતા.

ફિલ્મી ઢબે પોલીસે આરોપીને દબોચ્યા

પોલીસે રાજસ્થાનનો પહેરવેશ પહેરી ફિલ્મી ઢબે બંને આરોપીને દબોચી લીધા. પોલીસે બંને આરોપી બળવંતસિંહ ઉર્ફે બલ્લુ નેન્સીંગ રાજપુત અને ભવાની સિંહ ઉર્ફે ભમાશા તનસિંગ રાજપુતને ઝડપી પાડ્યા. અગાઉ આ ગુનામાં પોલીસે પાંચ આરોપીઓને પકડ્યા હતા અને તાજેતરમાં બે આરોપી પકડયા જ્યારે આ ગુનામાં સામેલ અન્ય બે આરોપીઓ હજુ ફરાર છે. પોલીસે આ બંને આરોપીને શોધવા પોતાના બાતમીદારો સક્રિય કર્યા છે. 

  • Follow us on: