સુરત શહેરમાં વેપારીઓ સાથે વિશ્વાસઘાત અને કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર એક કુખ્યાત કૌભાંડનો પર્દાફાશ થયો છે. સુરત ઇકો સેલ પોલીસે મોટી કાર્યવાહી કરીને અંદાજે રૂપિયા 4.53 કરોડના ટેક્સટાઇલ માર્કેટ કાપડ કૌભાંડના મુખ્ય સૂત્રધાર રોહિત તેલપૂરિયાને દબોચી લેવામાં મોટી સફળતા મેળવી છે.

શરૂઆતમાં પેમેન્ટ ચૂકવી વેપારીઓનો વિશ્વાસ જીત્યો

આ કૌભાંડનો પદ્ધતિસરનો ભાંડો ફૂટ્યો છે કે આરોપીએ શરૂઆતના તબક્કામાં વેપારીઓ સાથે વ્યવહાર રાખી સમયસર પેમેન્ટ ચૂકવીને તેમનો વિશ્વાસ જીતી લીધો હતો. ત્યારબાદ જ્યારે ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ પાસેથી વિશાળ પ્રમાણમાં કાપડનો જથ્થો ઉધાર મેળવ્યો, ત્યારે તે સમગ્ર માલ બારોબાર વેચીને રફૂચક્કર થઈ ગયો હતો અને લાંબા સમયથી ફરાર ચાલી રહ્યો હતો.

પોલીસે આરોપીના 7 દિવસના રિમાન્ડ મેળવ્યા

ઇકો સેલ પોલીસ દ્વારા ઝડપાયેલા મુખ્ય સૂત્રધાર રોહિત તેલપૂરિયાને કોર્ટમાં રજૂ કરીને તેના 7 દિવસના પોલીસ રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. પોલીસ દ્વારા આ કૌભાંડમાં તેની સાથે સંકળાયેલા અન્ય સાગરિતો અને બારોબાર વેચેલા કાપડ તથા નાણાકીય વ્યવહારો અંગે સઘન પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો : Rajkot News : ગૌચરની જમીનમાં વીજપોલ સામે રોષ, ચોરડી ગામે જેટકો સામે આંદોલનની ચીમકી