સુરતમાં એક હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે, જેમાં 45 વર્ષીય આધેડ પ્રેમી પોતાની 19 વર્ષીય પ્રેમિકાને ગંભીર હાલતમાં સ્મીમેર હોસ્પિટલમાં રઝળતી મૂકીને ફરાર થઈ ગયો હતો. હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન કમનસીબ યુવતીનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના હોસ્પિટલના સીસીટીવી (CCTV) કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
રાજસ્થાનથી પ્રેમજાળમાં ફસાવી સુરત લાવ્યાનો પરિવારનો આક્ષેપ
મૃતક યુવતીના પરિવારજનોએ દિલીપ નામના 45 વર્ષીય આધેડ સામે ગંભીર આક્ષેપો કર્યા છે. પરિવારના જણાવ્યા અનુસાર, આરોપી દિલીપે 19 વર્ષીય યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવીને રાજસ્થાનથી સુરત લાવ્યો હતો. યુવતીની તબિયત બિગડતાં તેણે હોસ્પિટલમાં દાખલ કરી પરિવારજનોને હોસ્પિટલના ફોટા મોકલ્યા હતા અને ત્યારબાદ પોતાનો મોબાઈલ સ્વિચ ઓફ કરીને ફરાર થઈ ગયો હતો.
