ગુજરાતમાં સ્ટંટ કરીને લોકોના જીવ જોખમમાં મુકતા તત્વો સામે પોલીસે એક્શન લેવાના શરૂ કર્યા છે. ત્યારે સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટ પર નબીરાઓએ સોશિયલ મીડિયામાં રૌફ જમાવવા માટે કારના બોનેટ પર બેસીને સ્ટંટ કર્યો હતો. આ નબીરાઓએ કારના બોનેટ પર બેસીને સ્ટંટ કરી મુછ મરડતા હોવાનો વીડિયો બનાવ્યો હતો. ત્યાર બાદ સોશિયલ મીડિયામાં અપલોડ કરી રૌફ જમાવ્યો હતો. પોલીસને પડકાર ફેંકનારા આ નબીરાઓ સામે પોલીસે કાયદાકીય પગલાં લીધા હતાં.


સુરેન્દ્રનગરમાં રિવરફ્રન્ટ પર નબીરાઓના સ્ટંટ

સુરેન્દ્રનગર રીવરફ્રન્ટ પર કેટલાક શખ્સોએ કારના બોનેટ પર બેસીને મુછ મરડી સ્ટંટ કરતો વીડિયો બનાવ્યો હતો. ત્યાર બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. લોકોમાં રૌફ જમાવવા માગતા આ નબીરાઓનો વીડિયો પોલીસના હાથે લાગતા જ પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસને પડકાર ફેંકનારા આ ત્રણેય નબીરાઓની અટકાયત કરાઈ હતી. ત્યાર બાદ પોલીસે તેમને કાયદાનું ભાન કરાવ્યું હતું. પોલીસે આ નબીરાઓને જાહેરમાં માફી મગાવી હતી.


આ પણ વાંચોઃ Ahmedabad : રાજ્યભરમાં ધૂળેટી પર્વે માતમ, ડૂબી જવાથી 18થી વધુના મોત, રાત્રે 9 વાગ્યા સુધી 4890 ઇમરજન્સી કેસ નોંધાયા


  • Follow us on: