દિવાળીના તહેવારમા જ આપઘાતના બનાવો સામે આવી રહ્યાં છે. તાપીના કસવાવ ગામમાં એક યુવકે ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું છે. અગમ્ય કારણોસર 20 વર્ષના યુવકે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. તહેવારના દિવસોમાં જ યુવકે આપઘાત કરતાં પરિવારમાં આક્રંદ છવાયો છે.


20 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

પ્રાપ્ત વિગતો પ્રમાણે તાપી જિલ્લાના વ્યારા તાલુકામાં એક 20 વર્ષિય યુવકે ગળા ફાંસો ખાઈને આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. અગમ્ય કારણોસર યુવકે આપઘાત કરતાં પોલીસે આપઘાતનું કારણ શોધવા તજવીજ હાથ ધરી છે. કસવાવ ગામના ફળિયામાં તળાવના કિનારે ઝાડ સાથે નાયલોનની દોરી બાંધીને હાર્દિક ગામિત નામના યુવકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

વ્યારા પોલીસે આપઘાતનું કારણ જાણવા તજવીજ હાથ ધરી

સમગ્ર ઘટનાની જાણ થતાં જ વ્યારા પોલીસ ઘટના સ્થળે પહોચી હતી. આપઘાતની ઘટના બાદ આસપાસના લોકોનું ટોળું પણ ભેગુ થઈ ગયું હતું. પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી છે. યુવકે કયા કારણોસર આપઘાત કર્યો તેનું કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. યુવકના આપઘાતથી અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થવા પામી છે.


  • Follow us on: