સાયબર ક્રાઈમ અને ડિજિટલ ફ્રોડના વધી રહેલા ગુનાઓ વચ્ચે વડોદરા (Vadodara) પોલીસ દ્વારા એક મોટી સફળતા હાંસલ કરવામાં આવી છે. શહેરમાં અસલી પોલીસ ઇન્સ્પેક્ટર (Fake Police Inspector) બનીને નાગરિકોને વીડિયો કોલ દ્વારા ડરાવી-ધમકાવીને 'ડિજિટલ અરેસ્ટ' (Digital Arrest) ના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરનાર કુખ્યાત આરોપી બ્રિજેશ પટેલ (Brijesh Patel) ને વડોદરા ક્રાઈમ બ્રાન્ચ (Crime Branch) ની ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી લાંબા સમયથી પોલીસ પકડથી નાસતો ફરતો હતો.
વીડિયો કોલ કરી ડિજિટલ અરેસ્ટના નામે આચરતો હતો ખેલ
પ્રાપ્ત વિગતો અનુસાર, આરોપી બ્રિજેશ પટેલ અત્યંત ચાલાકીપૂર્વક લોકોને નિશાન બનાવતો હતો. તે ઓનલાઈન માધ્યમથી ભોગ બનનારાઓને વીડિયો કોલ (Video Call) કરીને પોતાને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ઓળખાવતો હતો અને કાયદાકીય કાર્યવાહીની ખોટી બીક બતાવીને 'ડિજિટલ અરેસ્ટ' કરતો હતો. આ ભયના વાતાવરણનો લાભ લઈને તેણે અલગ-અલગ ગુનાઓ આચર્યા હતા અને તે કુલ ચાર (4) જેટલા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ (Wanted) હતો. પોલીસે બાતમીના આધારે તેને વાસદ ટોલનાકા (Vasad Toll Plaza) પાસેથી દબોચી લીધો હતો.
