સુરત (Surat) શહેરના ઉન વિસ્તારમાં આવેલા વાંઝ ઇક્લેરા (Vanz Iklera) પાસેના એક ખાનગી કાપડના ગોડાઉનમાં લાગેલી ભીષણ આગે મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. આ દુર્ઘટનાને હવે ૩૨ કલાક (32 Hours) થી વધુ સમય વીતી ચૂક્યો છે, તેમ છતાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં ફાયર વિભાગને ભારે જહાંબત ઉઠાવવી પડી રહી છે. હાલની સ્થિતિ મુજબ 85% આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ હજુ પણ 15% આગ બેકાબૂ બનેલી છે.
સિન્થેટિક કાપડ અને પાણી અંદર સુધી ન જવાથી ફાયર વિભાગ ચિંતિત
આ ભયાનક આગના કારણે કાપડનું આખું ગોડાઉન બળીને સંપૂર્ણપણે ખાખ (Burnt to Ashes) થઈ ચૂક્યું છે, જેના અત્યંત હૃદયદ્રાવક અને ગંભીર દ્રશ્યો સામે આવ્યા છે. ફાયર વિભાગના જવાનો દ્વારા સતત કલાકોથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ આગ કાબૂમાં ન આવવા પાછળનું મુખ્ય કારણ એ છે કે ગોડાઉનમાં મોટા પ્રમાણમાં સિન્થેટિક કાપડ (Synthetic Fabric) ભરેલું છે. પાણી વેસ્ટેજ થઈને કાપડના અંદરના સ્તરો સુધી પહોંચી શકતું નથી, જેના કારણે આગ ઉપરથી ઓલવાયા બાદ અંદરથી ફરીથી ભભૂકી ઉઠે છે.
