વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં કથિત 'લવ જેહાદ' અને દુષ્કર્મનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. પીડિત યુવતીની ગંભીર ફરીયાદના આધારે મકરપુરા પોલીસ મથકની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને મુખ્ય આરોપી મીરાન કાદરીની ધરપકડ કરી લીધી છે. લગ્નની લાલચ આપીને યુવતીને વિશ્વાસમાં લઈ આચરાયેલા આ ગુનાથી સમગ્ર શહેરમાં ભારે ચર્ચા જાગી છે.
લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યું
ઘટનાની વિગત મુજબ, આરોપી મીરાન કાદરીએ યુવતીને પોતાની જાળમાં ફસાવી લગ્ન કરવા જેવા વચનો આપી તેની સાથે સતત દુષ્કર્મ આચર્યું હતું. આ સંબંધ આશરે 4 વર્ષ સુધી ચાલ્યો હતો. પરંતુ 4 વર્ષ બાદ યુવતી સામે સત્ય બહાર આવ્યું કે મીરાન કાદરી પહેલેથી જ પરિણીત છે. પોતાના પ્રેમીના આ કપટ અને વિવાહિત હોવાની સત્ય હકીકત સામે આવતાં જ યુવતીના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી.
