ગુજરાતમાં જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવનારી ચોર ટોળકીએ તરખાટ મચાવી દીધો છે. વડોદરાના શિનોરમાં જ્વેલર્સમાં 50 ગ્રામનું સોનાનું બિસ્કિટ ચોરાયુ હોવાની ઘટના સામે આવી છે. બે શખ્સોએ ચોરીને અંજામ આપ્યો છે. બંને જણા જ્વેલર્સની દુકાનમાંથી સાત લાખની કિંમતનું સોનું લઈને ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. શિનોર શહેરમાં ચોરીની ઘટનાઓ વધતાં સુરક્ષા સામે સવાલો ઉભા થયાં છે.

મહાકાળી જ્વેલર્સમાં આ ચોરીની ઘટના બની

વડોદરાના શિનોરમાં સોની બજારમાં સાત લાખનું સોનું ચોરાઈ જતાં વેપારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. બે શખ્સો બાઈક પર ચોરીને અંજામ આપવા માટે આવ્યા હતાં. જેમાંથી એક ચોર જ્વેલર્સની દુકાનમાં ગ્રાહક બનીને આવ્યો હતો. તેણે દુકાનમાંથી 50 ગ્રામનું સોનાનું બિસ્કિટ ચોરી લીધું હતું. 7 લાખ ઉપરનું સોનું લઈ અજાણ્યો શખ્સ ફરાર થઈ ગયો હતો. શિનોરમાં સોની બજારમાં સ્થિત મહાકાળી જ્વેલર્સમાં આ ચોરીની ઘટના બની હતી.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ

મહાકાળી જ્વેલર્સમાં આવેલો એક અજાણ્યો શખ્સ વેપારીની નજર ચૂકવી ચાલાકીથી સોનાનું બિસ્કિટ ચોરીને રવાના થયો હતો. ધોળા દિવસે જ્વેલર્સની દુકાનમાં ચોરી થતાં હડકંપ મચી જવા પામ્યો છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. સીસીટીવી હોવા છતાં ચોર ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. ચોરીની ઘટનાઓ વધતાં પોલીસ માટે પણ એક પડકાર ઉભો થયો છે. સોની બજારમાં ચોરીની ઘટના સામે આવતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: પકવાન બ્રિજ પર કાર ચાલકે બાઈક પર પસાર થતાં યુવકને અડફેટે લીધો