વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમે ગેરકાયદે દારૂના કારોબાર સામે મોટો સપાટો બોલાવ્યો છે. બાપોદમાં આવેલા નીલકંઠ વિલા ફ્લેટના પાર્કિંગમાં જ્યારે વિદેશી દારૂનું કટિંગ થઈ રહ્યું હતું, ત્યારે જ SMCની ટીમે બાતમીના આધારે અચાનક દરોડો પાડ્યો હતો. દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવી રહ્યો હોવાની માહિતી મળતાં જ પોલીસે દરોડો પાડીને સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હતો.
રૂ.1.00 કરોડથી વધુનો મુદ્દામાલ અને વાહનો જપ્ત
SMC દ્વારા હાથ ધરાયેલા આ દરોડા દરમિયાન નીલકંઠ વિલાના પાર્કિંગમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 16,394 બોટલો મળી આવી હતી, જેની કિંમત રૂ.84.01 લાખ આંકવામાં આવી છે. આ ઉપરાંત દારૂની હેરાફેરી માટે ઉપયોગમાં લેવાઈ રહેલા રૂ.16.૨0 લાખની કિંમતના 4 વાહનો પણ પોલીસે કબ્જે કર્યા છે. આમ, SMCની ટીમે સ્થળ પરથી કુલ રૂ.1.00 કરોડથી પણ વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
