વડોદરાના ભાયલી વિસ્તારમાં વર્ષ 2024માં બનેલા ચકચારી સામૂહિક દુષ્કર્મ કેસમાં આજે મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરાશે. વડોદરા કોર્ટ દ્વારા અગાઉ 5 આરોપીઓને દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. હવે કોર્ટ દ્વારા દોષિત આરોપીઓને સજા જાહેર કરવામાં આવનાર હોવાથી સમગ્ર મામલે સૌની નજર કોર્ટના નિર્ણય પર છે.
નવરાત્રી દરમિયાન સગીરા પર સામૂહિક દુષ્કર્મ
વર્ષ 2024માં નવરાત્રીના સમયગાળા દરમિયાન સગીરા પર સામૂહિક દુષ્કર્મની ઘટના બની હતી. મળતી માહિતી મુજબ સગીરા પરત ફરી રહી હતી ત્યારે આરોપીઓએ તેને નિશાન બનાવી હતી. ઘટનાએ સમગ્ર વડોદરા સહિત ગુજરાતમાં ભારે ચકચાર મચાવી હતી.
5 આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા
આ કેસમાં લાંબી કાનૂની કાર્યવાહી બાદ વડોદરા કોર્ટે અગાઉ 5 આરોપીઓને દોષિત જાહેર કર્યા હતા. આરોપીઓ સામે રજૂ થયેલા પુરાવા અને કોર્ટમાં થયેલી દલીલો બાદ તેમને ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.
આજે સજા જાહેર થશે
કેસમાં દોષિત ઠરેલા 5 આરોપીઓને આજે કોર્ટ દ્વારા સજા જાહેર કરવામાં આવશે. કોર્ટ કઈ સજા ફટકારે છે તેના પર હવે સૌની નજર છે. ગંભીર ગુનામાં દોષિત ઠરેલા આરોપીઓ સામે કોર્ટનો અંતિમ ચુકાદો આજે જાહેર થવાનો છે.
કોર્ટના નિર્ણય પર નજર
ભાયલી સામૂહિક દુષ્કર્મ કેસે વર્ષ 2024માં સમગ્ર રાજ્યમાં ભારે ચર્ચા જગાવી હતી. હવે આરોપીઓ દોષિત જાહેર થયા બાદ સજાનો તબક્કો આવ્યો છે. આજે કોર્ટમાં થનારી સુનાવણી બાદ કેસમાં આગળની કાનૂની પ્રક્રિયા સ્પષ્ટ થશે.
આ પણ વાંચો : Nepal Flood : ભયાનક પૂર વચ્ચે એકલું ઘર અડીખમ, પાણીમાં આખું ગામ તણાયું છતાં મકાન બચી ગયું જુઓ ભયાનક Video