ગુજરાતમાં હની ટ્રેપના કિસ્સા વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. વડોદરામાં ફેસબુક ફ્રેન્ડના ચક્કરમાં એક વૃદ્ધ લૂંટાયા છે. ફેસબુક ફ્રેન્ડે તેમને ફસાવીને સાત લાખ રૂપિયા પડાવ્યા હોવાની ઘટના સામે આવી છે. શિનોર પોલીસે નકલી પોલીસ બનેલા આરોપીને ઝડપ્યો છે. જ્યારે મહિલા સહિત ચાર આરોપીઓ હજી ફરાર છે.


વડોદરામાં ફેસબુક ફ્રેન્ડના ચક્કરમાં વૃદ્ધ લૂંટાયા

પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરાના એક વૃદ્ધે ફેસબુક પર પિન્કી નામની એક મહિલા સાથે ફ્રેન્ડશીપ કરી હતી. ત્યાર બાદ થોડા સમય સુધી બંને વચ્ચે વાતચીત થતી હતી. આ દરમિયાન વૃદ્ધ આ મહિલા સાથે ફરવા ગયા હતાં. આ મહિલા વડોદરાની માલસર નદીમાં સ્નાન માટે ગઈ હતી. જ્યાં આ પિન્કી નામની મહિલાના મિત્રોએ નકલી પોલીસ બનીને આવ્યા હતાં અને વૃદ્ધને ધમકી આપી હતી. આ છોકરી ડ્રગ્સ કેસમાં આરોપી હોવાનું કહી વૃદ્ધને ધમકી આપી હતી.

શિનોર પોલીસે નકલી પોલીસ બનેલા આરોપીને ઝડપ્યો

નકલી પોલીસ બનીને આવેલા મહિલાના મિત્રોએ વૃદ્ધ પાસે 9 લાખ રૂપિયા માંગ્યા હતાં. મહિલા અને વૃદ્ધને કારમાં બેસાડીને તેઓ વડોદરાની બેંક સુધી લઈ ગયા હતાં. આ વૃદ્ધે બેંકમાંથી સાત લાખ રૂપિયા ઉપાડ્યા બાદ તેમણે પડાવી લીધા હતાં. ત્યારબાદ વૃદ્ધે શિનોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ કરીને આ કેસમાં નકલી પોલીસ બનીને આવેલા એક આરોપીને ઝડપી પાડ્યો છે.જ્યારે મહિલા સહિત ચાર આરોપીઓ હજી પણ ફરાર છે.


આ પણ વાંચોઃ Surat News: અસામાજિક તત્વો માટે વ્યસનનું કેન્દ્ર બનેલા ગાંધી બાગમાં મુલાકાતીઓએ આજથી એન્ટ્રીની નોંધ કરવી પડશે


  • Follow us on: