સુરતના ઐતિહાસિક ગાંધીબાગમાં પ્રવાસીઓએ પ્રવેશતા પહેલા એન્ટ્રી કરવી પડશે. મુલાકાતીઓએ નામ અને મોબાઈલ નંબર સાથે એન્ટ્રી કર્યા બાદ પ્રવેશ કરવો પડશે. પોલીસ પણ ગાંધીબાગમાં ખાનગી ડ્રેસમાં પેટ્રોલિંગ કરશે. ગાંધીબાગમાંથી દારૂની બોટલો અને ખીલી સિરિંઝ મળતાં તંત્ર જાગ્યું છે. બાગમાં સવારે 9થી12 અને સાંજે 4થી રાત્રે 10 વાગ્યા સુધી એન્ટ્રી મળશે.

થોડા દિવસ પહેલા દારૂની ખાલી બોટલો મળી આવી હતી

સુરતમાં ઐતિહાસિક ગાંધીબાગમાં થોડા દિવસ પહેલા દારૂની ખાલી બોટલો તથા ખાળી સિરિંઝ મળી આવી હતી. આ બગીચો અસામાજિક તત્વો માટે વ્યસનનું કેન્દ્ર બન્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતાં. ત્યાર બાદ પણ તંત્ર દ્વારા કોઈ ખાસ પગલાં ભરવામાં નહોતા આવ્યા. બીજી તરફ ગાર્ડન સમિતિના સભ્યએ ગાંધીબાગની મુલાકાત લીધી હતી. જ્યાં સિક્યુરિટીને મુલાકાતીઓની વિગતો રાખવા માટે તાકિદ કરી હતી.

ગાંધીબાગમાં મુલાકાતીઓ માટે એન્ટ્રી ફરજિયાત

હવેથી શહેરના આ ઐતિહાસિક ગાંધીબાગમાં મુલાકાતીઓ માટે એન્ટ્રી ફરજિયાત કરવામાં આવી છે. આજથી જ મુલાકાતીઓએ રજિસ્ટરમાં નામ અને મોબાઈલ નંબર સાથે એન્ટ્રી કરવી પડશે. સ્થાનિક પોલીસ પણ બાગમાં ખાનગી ડ્રેસમાં પેટ્રોલિંગ કરશે. બાગમાં મુલાકાતીઓ માટે સમય પણ નક્કી કરવામાં આવ્યો છે. આ બાગમાં મુલાકાતીઓ સવારે 9થી 12 અને સાંજે 4થી રાત્રે 10 વાગ્યા સુધી ફરી શકશે.


આ પણ વાંચોઃ Junagadh News: પોદાર સ્કૂલમાં શિક્ષિકા સંવેદનશીલ પદાર્થ લાવી છે બાળકોને બચાવી લેજો, કોલ મળતાં જ પોલીસ દોડતી થઈ