જૂનાગઢની પોદાર ઈન્ટરનેશનલ સ્કૂલમાં એક શિક્ષિકા સંવેદનશીલ પદાર્થ લઈને આવી છે. સ્કૂલના બાળકોને બચાવી લો તેવો ફોન કરીને પોલીસને દોડતી કરનારા મહારાષ્ટ્રના એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે તેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.


પોલીસ વિવિધ ટીમો સાથે સ્કુલ ખાતે પહોંચી

જૂનાગઢ ગ્રામ્ય ડીસીપી રવિરાજસિંહ પરમારે કહ્યું હતું કે, જૂનાગઢમાં ગત તા.૪ ડિસેમ્બરના રોજ બપોરે ૧૨ કલાકે એક શખ્સે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરીને કહ્યું કે, સુખપુર પાસે આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કુલમાં નેહાબેન મહેતા નામના શિક્ષિકા પોતાની સાથે સવેદનશીલ પદાર્થ લઈને આવ્યા છે અને તેનાથી બાળકો જોખમમાં છે. બે વાગ્યા સુધીમાં બાળકોને બચાવી લેજો. આવો કોલ આવતાની સાથે જ પોલીસ વિવિધ ટીમો સાથે સ્કુલ ખાતે પહોંચી હતી અને સર્ચ કરતા અંદરથી કોઈ વાંધાજનક વસ્તુ નહોતી મળી.બાદમાં શિક્ષિકાની પૂછતાછમાં તેના પતિ રાજુ હેમારામ જાંગીરનો આ નંબર હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે મહારાષ્ટ્રથી આરોપીને ઝડપી લીધો

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, પતિ-પત્ની વચ્ચે પારિવારિક ઝગડાના કારણે અલગ રહે છે અને પતિ સામે ભરણપોષણનો કેસ પણ કર્યો છે. જેને લઈને હેરાન કરવાના હેતુથી આ ફોન કર્યો હોવાનું જણાવતા તાલુકા પોલીસમાં રાજુ હેમારામ જાંગીર સામે ગુનો દાખલ કર્યો હતો.આખરે પોલીસે મહારાષ્ટ્રથી આરોપીને ઝડપી લઈને ધરપકડ કરી છે. તેના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી રાજુએ જણાવ્યું કે,પત્ની સાથે પારિવારિક ઝગડાઓ થતા પત્ની જૂનાગઢ અને પોતે મહારાષ્ટ્રમાં રહે છે અને આવી રીતે ફોન કરવાથી પત્નીને સ્કૂલમાંથી છુટા કરી દેશે તો બને સાથે રહી શકે તેવા હેતુથી ફોન કર્યો હતો.  


આ પણ વાંચોઃ Mahisagar News: બાલાસિનોરની 26 સોસાયટીઓમાં કમળાના 126 કેસ સામે આવ્યા, આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થયા

  • Follow us on: