મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં કમળાનો કહેર સામે આવ્યો છે. શહેરમાં 26 સોસાયટીઓમાં કમળાના 126 કેસ નોંધાયા છએ. કમળાના કેસો વધતાં જ આરોગ્ય વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા છે. આરોગ્ય વિભાગે 20 ટીમો બનાવીને સરવે અને સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરી છે. પાણીની લાઈનમાં ગટરનું પાણી મિક્સ થતાં રોગચાળો ફેલાયો છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં પાણીના 15 સેમ્પલ અનફીટ જાહેર કરાયા છે.
કમળાના કેસો વધતા આરોગ્ય વિભાગ દોડતો થયો
મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં પાણીજન્ય રોગચાળાનો કહેર જોવા મળ્યો છે. શહેરમાં આવેલી 26 સોસાયટીઓમાં કમળાના 126 કેસ મળી આવ્યા છે. કમળાના કેસો સામે આવતા જ વહેલી સવારથી જ આરોગ્ય વિભાગના અધિકારીઓ સરવે અને સેમ્પલ લેવા માટે દોડાદોડી કરી રહ્યાં છે. આરોગ્ય વિભાગે અલગ અલગ 20 જેટલી ટીમો બનાવીને સરવે અને સેમ્પલની કામગીરી હાથ ધરી છે.













