અમદાવાદમાં મહાનગર પાલિકા દ્વારા બીયુ પરમીશન વિના ચાલી રહેલી સ્કૂલો સામે કાર્યવાહી શરૂ કરી છે. શહેરમાં આવી 13 સ્કૂલોને સીલ કરી દેવામાં આવી છે. આ સ્કૂલો પાસે મહાનગર પાલિકાએ બીયુ પરમીશન અને ડોક્યુમેન્ટ્સ રજૂ કરવા માટે સૂચના આપી હતી. સ્કૂલોએ મનપાને આ પ્રકારના ડોક્યુમેન્ટ આપ્યા નહોતા. જેથી સ્કૂલોમાં તપાસ કરાઈ હતી. જ્યાં બીયુ પરમીશન નહીં હોવાનું જણાતા સીલ કરવાની કામગીરી કરાઈ હતી.


અમદાવાદમાં BU પરમિશન વગર ચાલતી 13 સ્કૂલ સીલ

અમદાવાદ શહેરમાં મનપાએ સરખેજ, મકરબા, જુહાપુરા, બોપલમાં આવેલી બીયુ પરમીશન વિના ચાલતી 13 જેટલી સ્કૂલો સામે કાર્યવાહી કરી છે.બોપલમાં કિડઝી-પ્રી સ્કૂલ અને યુરો કિડ્સ સ્કૂલ, એન્સીઅન્ટ સ્પ્રાઉટ અને કેનકિડ્સ સ્કૂલ, જુહાપુરામાં ન્યુ એજ અને બચપન પ્લે સ્કૂલ, નેશનલ સ્કૂલ અને એ-આઝમ સ્કૂલ, સરખેજમાં ગુલશન-એ-મહેર સ્કૂલને મનપાએ બીયુ પરમીશન નહીં હોવાથી સીલ મારી દીધું છે.

મનપાએ BU અને ડોક્યુમેન્ટ માટે સૂચના આપી હતી

અમદાવાદ મહાનગર પાલિકાએ સ્કૂલના સંચાલકોને બીયુ મેળવી લેવા અને તમામ ડોક્યુમેન્ટ સબમીટ કરવા સૂચના આપી હતી. પરંતુ સંચાલકો દ્વારા મનપાની સૂચનાને ગંભીરતાથી લેવાઈ નહોતી. જેથી ગઈકાલે મોડી સાંજથી જ મનપા દ્વારા ચેકિંગ કરાયું હતું. જેમાં બીયુ પરમીશન વિનાની સ્કૂલોને તાત્કાલિક ધોરણે સીલ મારી દેવામાં આવ્યું હતું.


આ પણ વાંચોઃ Gujarat Weather News: કચ્છના નલિયામાં સૌથી ઓછુ 10 ડિગ્રી તાપમાન નોંધાયું, 31 ડિસેમ્બર બાદ તીવ્ર ઠંડી શરૂ થશે

  • Follow us on: