વડોદરામાં નશામાં ધૂત પોલીસકર્મીએ દારૂ પીને તમાશો કર્યો હતો અને આખી સોસાયટી માથે લીધી હતી, પહેલા સોસાયટીમાં કાર લઈને આવે છે અને ત્યારબાદ સોસાયટીના સભ્યો સાથે માથાકૂટ કરતો હોય છે તેવા સીસીટીવી સામે આવ્યા છે, દારૂબંધીનું પાલન કરાવતી પોલીસ જ નશામાં હોવાની વાત સામે આવી છે, વરણા પોલીસના હેડ કોન્સ્ટેબલ અમિત પરમાર નશામાં હોવાની વાત સામે આવી છે, સ્થાનિકોનો આક્ષેપ છે કે, અગાઉ પણ આ હેડ કોન્સ્ટેબલે દારૂ પીને માથાકૂટ કરી હતી.


પોલીસે નશાની હાલતમાં આખી સોસાયટી માથે લીધી

વડોદરામાં કાયદાના રક્ષકે કાયદાના લીરે લીરા ઉડાવ્યા છે, હેડ કોન્સ્ટેબલ અમિતે દારૂ પીને નશો કર્યો અને પોતાની કારમાંથી ઉતરીને લોકોને અપશબ્દો કહ્યા હતા, સ્થાનિકોએ નશેબાજ પોલીસકર્મીનો વીડિયો કર્યો વાયરલ અને અગાઉ પણ નશામાં ધમાલ કર્યાનો સ્થાનિકોનો દાવો કર્યો છે, તો બીજી તરફ મકરપુરા પોલીસે અમિત પરમાર સામે પ્રોહિબિશન એકટને લઈ ગુનો દાખલ કર્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે, આ એક વખતનું નથી અમિત રોજ દારૂ પીને લોકોને હેરાન કરે છે તેવો પણ આક્ષેપ કર્યો છે.

હેડ કોન્સ્ટેબલ વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો દાખલ

વડોદરાના વરણા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ અમિત પરમાર કે જે દારૂ પીવાના શોખીન છે અને દારૂ પીને તે લોકો સાથે માથાકૂટ કરી રહ્યો છે, તેણે દારૂ પીને મકરપુરા વિસ્તરમાં આવેલી સોસાયટી માથે લીધી હતી અને બાકડા પર બેઠેલા લોકોને ગાળાગાળી કરવા લાગ્યો હતો અને લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને પોલીસને બોલાવી હતી, તો મકરપુરા પોલીસે સોસાયટીમાં પહોંચીને અમિતની અટકાયત કરી હતી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો, અમિતે એટલી હદે દારૂ પીધો હતો કે તે પોલીસ સ્ટેશનમાં પણ ઉભો રહી શકતો ન હતો.

 

  • Follow us on: