વડોદરાની પ્રખ્યાત જમનાબાઈ હોસ્પિટલ પરિસરમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં ચાલી રહેલી કન્સ્ટ્રકશન સાઇટ પર એક નાનું બાળક નિશ્વાસપણે રમી રહ્યું હતું. આ દરમિયાન ત્યાંથી પસાર થતી એક મહિલા તબીબની ગાડીની અડફેટે બાળક આવી ગયું હતું. રમતા-રમતા ક્ષણમાં જ ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી.
મહિલા તબીબની બેદરકારીથી સર્જાયો અકસ્માત
પ્રાપ્ત માહિતી અનુસાર, હોસ્પિટલમાં ફરજ બજાવતા એક મહિલા તબીબે પોતાની કાર અચાનક રિવર્સમાં લીધી હતી. ગાડી રિવર્સ લેતી વખતે તેમનું ધ્યાન પાછળ રમી રહેલા બાળક પર ગયું નહોતું, જેના કારણે નિર્દોષ બાળક કારના વ્હીલ નીચે કચડાઈ ગયું હતું. આ અકસ્માતમાં બાળકના માથાના ભાગે અત્યંત ગંભીર ઈજાઓ પહોંચી હતી.
