વડોદરા શહેરમાં સામાન્ય નાગરિકો અને મુસાફરોને નિશાન બનાવીને લૂંટ ચલાવનાર એક કુખ્યાત હિસ્ટ્રીશીટરને ઝડપી પાડવામાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. શહેરમાં રીક્ષાની આડમાં ગુનાખોરી આચરતા અમદાવાદના ગોવિંદ નટ નામના કુખ્યાત શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી તાજેતરમાં જ અમદાવાદની જેલમાંથી છૂટીને બહાર આવ્યો હતો અને બહાર આવતાની સાથે જ તેણે ફરીથી ગુનાખોરીનું જગત શરૂ કરી દીધું હતું. ક્રાઈમ બ્રાન્ચની સક્રિયતાના કારણે આ વોન્ટેડ ગુનેગાર પોલીસના સકંજામાં આવી ગયો છે.
જેલમાંથી છૂટીને રીક્ષાની ચોરી કરી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ગોવિંદ નટ અમદાવાદ જેલમાંથી મુક્ત થયા બાદ એક ઓટો રિક્ષાની ચોરી કરી હતી અને તે રિક્ષા લઈને વડોદરા આવી ગયો હતો. ગ ગ ગ ગ તારીખ ૨ નવેમ્બરના રોજ અકોટા વિસ્તારમાંથી તેણે એક નિર્દોષ પેસેન્જરને પોતાની રિક્ષામાં બેસાડ્યો હતો અને ત્યારબાદ રસ્તામાં તેને ચપ્પુ (છરો) બતાવીને ડરાવી-ધમકાવીને તેની પાસેથી લૂંટ ચલાવીને ફરાર થઈ ગયો હતો. દિવસના સમયે કે અંધારામાં પેસેન્જર સાથે આ પ્રકારે હથિયારની અણીએ લૂંટ ચલાવવાની ઘટનાથી પંથકમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
