વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ગોઠડા ગામે આવેલી સ્ટરલાઇટ કંપનીમાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. કંપનીમાં વેલ્ડિંગનું કામ કરતી વખતે 49 વર્ષીય કર્મચારીનું 12 મીટર ઊંચા શેડ પરથી નીચે પટકાતાં મોત થયું હતું. સેફ્ટી બેલ્ટનો હૂક છૂટી જતાં આ દુર્ઘટના સર્જાઈ હોવાનું પ્રાથમિક વિગતોમાં સામે આવ્યું છે.

પુણેના કર્મચારીનું સારવાર દરમિયાન મોત

મૃતકની ઓળખ મહારાષ્ટ્રના પુણેના રહેવાસી મેથ્યુ ચારીવિલ કોશી તરીકે થઈ છે. અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતાં તેમને સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

સાવલી પોલીસે તપાસ હાથ ધરી

ઘટનાની જાણ થતાં સાવલી પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.  


આ પણ વાંચો :   Delhi : પ્રણવ મુખર્જી વડાપ્રધાન બનવા ઇચ્છતા હતા તો તેમાં ખોટું શું? શર્મિષ્ઠા મુખર્જીએ સોનિયા ગાંધીને આપ્યો જવાબ