વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર અને પોલીસ તંત્ર સામે આક્ષેપબાજી કરીને ચર્ચામાં રહેલી તમન્ના સૈયદ આખરે પોલીસ પકડમાં આવી છે. વડોદરા પોલીસે તમન્ના સૈયદ અને તેના પતિ સોહેલ સૈયદની વ્યાજખોરી અને મારી નાખવાની ધમકી આપવાના ગંભીર ગુનામાં ધરપકડ કરી છે. આ કાર્યવાહી બાદ સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
આરીફ નામના એક વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી
મળતી માહિતી મુજબ, આ મામલે આરીફ નામના એક વ્યક્તિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના જણાવ્યા અનુસાર, તમન્ના સૈયદ અને તેનો પતિ સોહેલ તેમની પાસેથી વ્યાજખોરી કરતા હતા અને સતત મારી નાખવાની ધમકીઓ આપીને માનસિક ત્રાસ આપતા હતા. એટલું જ નહીં, તમન્ના સૈયદ પર ગંભીર આરોપ છે કે તે ફરિયાદીને ડ્રગ્સ વેચતો હોવાનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી બ્લેકમેલિંગ કરતી હતી.
