દમણ પોલીસનું ઓવરનાઈટ ઓપરેશન સફળ થયું છે.બિહારનો મોસ્ટ વોન્ટેડ નકસલવાદી આરોપી ઝડપાયો છે. મોડી રાત્રે દાભેલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. હત્યા અને ગંભીર ગુનાઓમાં આરોપી વોન્ટેડ હતો. 100 જેટલી રૂમોમાં પોલીસે તપાસ કરી હતી.મનોજ હાંસદા નામનો કુખ્યાત આરોપી પકડાયો હતો. બિહાર SSBની બાતમીતી પોલીસને સફળતા મળી હતી.જમુઈ જિલ્લામાં નકસલવાદી પ્રવૃત્તિમાં સામેલ હતો.દમણ પોલીસે બિહાર પોલીસને આરોપી સોંપ્યો હતો.
ટીમો બનાવીને આખી રાત સર્ચ ઓપરેશન કર્યું
બિહારની એસએસબી દ્વારા દમણ પોલીસને બાતમી આપવામાં આવી હતી. આ બાતમીને આધારે પોલીસે ઓવરનાઈટ ઓપરેશન શરૂ કર્યું હતું. બિહારના નક્સલવાદી જૂથ સાથે સંકળાયેલા અને હત્યા જેવા ગંભીર ગુનાઓમાં વોન્ટેડ આરોપીને પોલીસે દમણના દાભેલ વિસ્તારમાંથી ઝડપી પાડ્યો છે. બિહારના જમુઈ જિલ્લાના ચરકાપથ્થર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલી પ્રવૃત્તિઓમાં આરોપી સામેલ હતો. આરોપી મનોજ હાંસદા દમણમાં છુપાયો હતો. દમણ પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આખી રાત સર્ચ ઓપરેશન કર્યું હતું. આશરે 100 જેટલી રૂમોની તપાસ કરી હતી. અંતે એક ખોલીમાંથી આરોપી ઝડપાયો હતો. તેની ધરપકડ કરીને બિહાર પોલીસને સોંપવામાં આવ્યો છે.













