વલસાડ જિલ્લામાં સ્ટેટ મોનીટરીંગ સેલ (SMC) દ્વારા દારૂ વિરોધી ઝુંબેશને લઈ ફરી એક વખત મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જિલ્લામાં દારૂના જથ્થા પર સપાટો બોલાવતા SMCની ટીમે અંદાજે 23 લાખ રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. ળતી માહિતી અનુસાર, વલસાડના સારંગપુર નજીક સેલવાસથી સુરત તરફ લઈ જવાતો દારૂ હોવાની બાતમીના આધારે SMCની ટીમે વોચ ગોઠવી હતી.


પોલીસે બંને વાહનો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

શંકાસ્પદ બે લક્ઝરી કારને રોકવાનો પ્રયાસ કરતા ચાલકો ફરાર થવા દોડ્યા હતા. જોકે SMCની ટીમે પીછો કરીને બંને કાર ઝડપી લીધી હતી. તપાસ દરમિયાન કારમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે બંને વાહનો સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. લ્લેખનીય છે કે વલસાડ જિલ્લા પોલીસની નાક નીચે સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા એક અઠવાડિયામાં SMCની ટીમે જિલ્લામાં અલગ અલગ સ્થળોએ દરોડા પાડી લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હોવાનું સામે આવ્યું છે.

લાખો રૂપિયાના વાહનો પણ ડિટેન કરવામાં આવ્યા

આ કાર્યવાહીમાં સંડોવાયેલા આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે જ દારૂના ગુનામાં વપરાયેલા લાખો રૂપિયાના વાહનો પણ ડિટેન કરવામાં આવ્યા છે. SMCની આ સખત કાર્યવાહીના કારણે જિલ્લામાં દારૂ માફિયાઓમાં હડકંપ મચી ગયો છે. પોલીસ દ્વારા આવનારા સમયમાં પણ આવી જ કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે.

આ પણ વાંચો : Jetpurમાં હાઈવોલ્ટેજ ડ્રામા: ઈન્સ્ટા રીલ બનાવતા અફજાન સીદાનો આપઘાતનો પ્રયાસ



  • Follow us on: