વલસાડમાં ગજબનો બનાવ સામે આવ્યો છે. રીક્ષાની અડફેટે શ્વાનનું મોત થયા બાદ એક પરિવારે રીક્ષા ચાલકને ટકોર કરતાં મામલો બીચક્યો હતો. રીક્ષા ચાલકે તેના સાગરિતો સાથે પરિવાર પર હુમલો કર્યો હતો. જેમાં પરિવારના સભ્યોને ઈજા પહોંચી હતી. વલસાડ પોલીસે ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.


રીક્ષાચાલકને ટકોર કરતા મામલો બિચક્યો

વલસાડ શહેરના મોગરાવાડી વિસ્તારની આર એમ શ્રૃષ્ટી સોસાયટીમાં રીક્ષાની અડફેટે શ્વાનનું મોત થતા સોસાયટીના એક મકાનમાં રહેતા પરિવારે રીક્ષા ચાલકને ટકોર કરતા મામલો બીચક્યો હતો. ત્યાર બાદ રીક્ષા ચાલકે સોસાયટીના એક પરિવાર સાથે માથાકૂટ કરી હતી. આ રીક્ષા ચાલક બાદમાં તેના સાગરિતો સાથે આવ્યો હતો અને પરિવાર પર હુમલો કર્યો હતો. જેમાં પરિવારના સભ્યોને ઈજા પહોંચી હતી. સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતાં. વલસાડ પોલીસે આ સંદર્ભે ફરિયાદ લઈને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ  Madhya Pradesh : સિંગરૌલીમાં મોટી દુર્ઘટના, ભેખડ ધસી પડતા 3ના મોત



  • Follow us on: