ધરમપુર તાલુકામાં બનેલી આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લેતા વલસાડ-ડાંગના સાંસદ ધવલ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ અરવિંદભાઈ પટેલ, તથા જિલ્લા પ્રમુખ હેમંતભાઈ સહિતના અગ્રણીઓ તાત્કાલિક એક્શનમાં આવ્યા છે. આ તમામ નેતાઓએ જિલ્લા પોલીસ વડા (SP) સાથે સીધું સંકલન સાધીને સગીરાને સત્વરે શોધી કાઢવા અને ગુનેગાર સામે દાખલારૂપ પગલાં લેવા માટે દબાણ કર્યું છે.


'લવ જેહાદ' ના આક્ષેપ સાથે આકરી ટીકા

સાંસદ ધવલ પટેલ અને ધારાસભ્ય અરવિંદભાઈ પટેલે આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, કોઈપણ સમાજની દીકરીને લલચાવી-ફોસલાવીને કરવામાં આવતું આવું કૃત્ય ક્યારેય સહન કરવામાં નહીં આવે. આદિવાસી યુવતીઓને નિશાન બનાવતા આવા તત્વો સામે કાયદાકીય સકંજો કસવા અને સમાજમાં દાખલો બેસે તેવી કડક સજા અપાવવાની માંગ તેમણે કરી છે.


વિરોધ પક્ષો અને આદિવાસી નેતાઓ પર પ્રહાર

આ મામલે સાંસદ ધવલ પટેલે વિરોધ પક્ષો અને આદિવાસી હિત રક્ષક હોવાનો દાવો કરતા અન્ય નેતાઓને પણ આડેહાથ લીધા હતા. તેમણે તીખા સવાલ ઉઠાવતા કહ્યું કે, "જ્યારે આદિવાસી દીકરી સાથે આવો અન્યાય થાય છે અથવા નવસારીના દાભેલ જેવી હત્યાની ઘટનાઓ બને છે, ત્યારે આ કહેવાતા મસીહાઓ કેમ મૌન સેવે છે?" તેમણે આક્ષેપ કર્યો કે કેટલાક નેતાઓ માટે આદિવાસી સમાજ માત્ર 'વોટ બેંક' પૂરતો મર્યાદિત છે.

આ પણ વાંચો: Gir Somnath: વહેલી સવારે યુવતીના અપહરણનો પ્રયાસ, હિંમતભર્યા પ્રતિકારથી અજાણ્યો શખ્સ ભાગ્યો

  • Follow us on: