દાદરા નગર હવેલીમાં સામુહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. પિતાએ બે બાળકો સાથે આત્મહત્યા કરી છે. સેલવાસના સમરવર્ણી વિસ્તારની ઘટના બની છે. પોલીસને ઘટનાની જાણ થતા દોડી ગઈ હતી. પોલીસને ઘટના સ્થળેથી સ્યુસાઇડ નોટ મળી આવી છે. કૌટુંબિક, આર્થિક કારણોસર આપઘાત કર્યાની આશંકા કરવામાં આવી છે. મૃતક પરિવાર મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે. સ્યુસાઇડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.


દાદરા નગર હવેલીમાં સામુહિક આત્મહત્યા

દાદરા નગર હવેલીના સેલવાસમાં સામુહિક આત્મહત્યાની ઘટના સામે આવી છે. સેલવાસના સમરવર્ણી વિસ્તારમાં એક ચાલમાંથી બે બાળકો અને તેમના પિતાના મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ મળી આવી છે. સામુહિક આપઘાતની ઘટનાએ સમગ્ર સેલવાસને હાચમચાવી મુક્યું છે. સેલવાસ પોલીસે ઘટના સ્થળની તપાસ હાથ ધરી છે. સમગ્ર પ્રદેશમાં શોકની લાગણી ફેલાઈ છે.

પિતાએ બે બાળકો સાથે કરી આત્મહત્યા

આપઘત પાછળનું કારણ મૃતકના કૌટુંબિક વિવાદો, નાણાકીય સ્થિતિ અથવા માનસિક સ્વાસ્થ્ય જેવા કારણો શામેલ પ્રાથમિક કારણ હોય શકે છે. મૃતક પરિવાર મૂળ મહારાષ્ટ્રનો રહેવાસી છે. પોલીસે આ મામલે તપાસ કરી છે. પોલીસને ઘટના સ્થળેથી સ્યુસાઇડ નોટ મળી છે.

  • Follow us on: