દહેગામ શહેરમાં આવેલા પંકજ સોસાયટી વિસ્તારમાંથી 40 વર્ષીય ભરત ઠાકોર નામના યુવકનું દિવસ-દહાડે ચાર શખસો દ્વારા અલ્ટો કારમાં અપહરણ કરવામાં આવ્યું હતું. ઘટનાની જાણ થતાં જ દહેગામ પોલીસની ટીમ તાત્કાલિક હરકતમાં આવી હતી. પોલીસે વિસ્તારના સીસીટીવી (CCTV) ચકાસતા અપહરણનો વિડીયો અને અલ્ટો કારનો રજીસ્ટ્રેશન નંબર મળી આવ્યો હતો.
યુવકનું દિવસ-દહાડે ચાર શખસો દ્વારા અપહરણ
અલ્ટો કારના નંબરના આધારે પોલીસ તલોદ ખાતે મૂળ કાર માલિક પાસે પહોંચી હતી, જ્યાં જાણવા મળ્યું હતું કે આ કાર બે વર્ષ પહેલાં વેચી દેવાઈ હતી. પોલીસે આગળનું ટ્રેસિંગ કરી કાર ધરાવનાર શખસ સુધી પહોંચી રાત્રિ દરમિયાન જ અપહરણમાં સામેલ ચારેય આરોપીઓને દબોચી લીધા હતા.પોલીસ કસ્ટડીમાં શરૂઆતમાં આરોપીઓએ ભરત ઠાકોરને સોસાયટીના નાકે જ ઉતારી દીધો હોવાનું કહી પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો.
