દાહોદના ગરબાડા પાટીયા નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમા કપાસ ભરેલો એક ટ્રક ગરબાડા પાટીયા પાસે ઝોલ નદીમાં ખાબક્યો હતો. આ અકસ્માતમાં ટ્રકમાં સવાર એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. મળતી માહિતી પ્રમાણે આ ટ્રક મધ્યપ્રદેશથી કપાસ લઈને આવી રહ્યો હતો. જ્યારે આ ટ્રક ગરબાડા પાટીયા પાસે પહોંચે છે ત્યારેજ ટ્રકનો ચાલક અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી બેસે છે. સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રક રોડ પરથી નીચે ઝોલ નદીમાં ખાબકી પડે છે.
પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી













