ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) આગામી દિવસોમાં રાજ્યના સરહદી અને આદિવાસી વિસ્તારોના વિકાસ કાર્યો અને જનસંપર્ક અર્થે ત્રણ દિવસીય દાહોદ (Dahod) જિલ્લાના પ્રવાસે આવી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, CM આગામી 18 થી 20 નવેમ્બર (18 to 20 November) દરમિયાન દાહોદ જિલ્લાના મહેમાન બનશે અને ખાસ કરીને ગરબાડા (Garbada) વિસ્તારમાં ઉપસ્થિત રહીને સ્થાનિક જનતા અને તંત્ર સાથે બેઠકો યોજશે.
'72 કલાક વિધાનસભા કાર્યક્રમ' અંતર્ગત મુલાકાત
આ પ્રવાસ ખાસ કરીને '72 કલાક વિધાનસભા કાર્યક્રમ' (72 Hours Legislative Program) અંતર્ગત યોજાઈ રહ્યો છે, જેમાં CM સતત ત્રણ દિવસ સુધી ગ્રાઉન્ડ ઝીરો પર રહીને વિવિધ વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. આ ત્રણ દિવસીય પ્રવાસ દરમિયાન CM ભૂપેન્દ્ર પટેલ દાહોદ, ગરબાડા અને ધાનપુર (Dhanpur) ની મુલાકાત લેશે અને ત્યાં ચાલતી સરકારી યોજનાઓ તેમજ લોકપયોગી કાર્યોનું નિરીક્ષણ કરશે. આ મુલાકાતથી આદિવાસી પંથકના વિકાસને વધુ વેગ મળવાની પ્રબળ સંભાવના છે.

