જામનગરના ધ્રોલ શહેરમા જૂનું બિલ્ડિંગ ધરાશાયી થયું છે. ધ્રોલના મેમણ ચોક વિસ્તારમાં આવેલ એક જૂની બિલ્ડિંગ અચાનક ધરાશાયી થતા આસપાસ હાહાકાર મચી ગયો હતો. ધરાશાયી થયેલી બિલ્ડિંગ નીચે કેટલાક વાહનો દટાયા છે, જેમાં ખાસ કરીને મોટરસાઇકલનો સમાવેશ થાય છે. જોકે કોઈ વ્યક્તિ દટાયા છે કે નહીં તેની હજી સુધી ચોક્કસ માહિતી મળી શકી નથી. સ્થાનિક લોકોએ ઘટનાની જાણ તંત્રને કરી છે.


ધ્રોલ શહેરમા જૂનું બિલ્ડિંગ ધરાશાયી 

આ ઘટનાની જાણ લોકોએ તંત્રને કરી હોવા છતાં ઘટના બન્યા પછી દોઢ કલાક વીતી જતા પણ તંત્ર સ્થળ પર પહોંચ્યું ન હતું, જેને કારણે લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. આસપાસના રહેવાસીઓ અને વેપારીઓએ પોતાની મદદથી બચાવ અને શોધખોળ કામગીરી શરૂ કરી છે. હાલ સ્થળ પર લોકોની ભારે ભીડ એકઠી થઈ છે અને તંત્રની બેદરકારી અંગે ચર્ચાઓ ગરમાઈ છે.

બિલ્ડિંગનો કાટમાળ ખસેડવાની કામગારી હાથ ધરાઈ

ધ્રોલમાં બિલ્ડિંગ ધરાશાયી થતા આસપાસમાંથી પસાર થતા લોકોમાં અફરાતફરી મચી હતી. જોકે આ ઘટનામાં કોઈ મોટી જાનહાની નહીં થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બિલ્ડિંગની બાજુમાં પાર્ક કરેલા વાહનો દબાયા છે. હાલ મકાનનો કાટમળ ખસેડી વાહનો બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.


  • Follow us on: