અમરાઈવાડી વિસ્તારમાં દિવાળી અને નૂતન વર્ષના પાવન પર્વ નિમિત્તે અસત્ય પર સત્યના વિજયના પ્રતીક સમાન દીપોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. સ્થાનિક વિસ્તારમાં આવેલા ચૌહાણ પેલેસ ખાતે સંયુક્ત પરિવારે એકસાથે મળીને તહેવારની ખુશીઓ વહેંચી હતી.
રંગોળી અને દિવડાઓની રોશનીથી ઝળહળ્યો 'ચૌહાણ પેલેસ'
પર્વ નિમિત્તે આખા ચૌહાણ પેલેસને આકર્ષક રોશનીથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યો હતો. ઘરના આંગણામાં સુંદર અને મનમોહક રંગોળી પૂરવામાં આવી હતી તેમજ ચારેય તરફ દીવડાઓ પ્રગટાવીને દિવાળીનો અનોખો માહોલ ઊભો કરવામાં આવ્યો હતો. દીવાઓના અજવાસથી સમગ્ર પરિસર ઝળહળી ઉઠ્યું હતું.
નાના બાળકોથી લઈને મોટેરાઓએ તારા મંડળ સાથે માણ્યો આનંદ
આ ઉજવણીમાં પરિવારના નાના બાળકોથી લઈને વડીલો સુધી સૌ કોઈએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પરિવારના સભ્યોએ હાથમાં તારા મંડળ ફોડીને દિવાળીનો ઉમંગ અને ઉલ્લાસ વ્યક્ત કર્યો હતો. આ પારિવારિક મેળાવડામાં ખુશીઓનું એક અનોખું જ વાતાવરણ જોવા મળ્યું હતું.

નગરસેવક તેજેન્દ્ર ચૌહાણે પરિવાર સાથે કરી ઉજવણી
આ પ્રસંગે અમરાઈવાડીના લોકલાડીલા નગરસેવક તેજેન્દ્ર ચૌહાણ પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પરિવારના તમામ સભ્યો સાથે મળીને આનંદપૂર્વક પર્વની ઉજવણી કરી હતી અને સૌને દિવાળી તથા નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.
આ પણ વાંચો: Explainer: દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે કેમ આવે છે 'ધોકો'?