વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજના પવિત્ર પર્વ દરમિયાન ભક્તો દ્વારા સોનાની કિંમતી ભેટ અર્પણ કરવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ભાઈબીજ સુધીમાં ભક્તોએ માતાજીના ચરણોમાં સોનાના દાગીના સહિત અંદાજે 247.45 ગ્રામ સોનું અર્પણ કર્યું છે. આ સોનાની અંદાજિત કિંમત રૂપિયા 33.80 લાખ થાય છે.

ભક્તોએ 47.15 ગ્રામ સોનાની ભેટ અર્પણ કરી

દિવાળી અને નૂતન વર્ષના પર્વ દરમિયાન ભક્તો દ્વારા માતાજીને અંદાજે 47.15 ગ્રામ સોનાની ભેટ અર્પણ કરવામાં આવી છે. સોનાના દાગીના સહિત કુલ 247.45 ગ્રામ સોનું મળ્યાનો અંદાજ છે. અનેક માઈભક્તો પોતાની ઓળખ ગુપ્ત રાખીને પણ માં અંબાના ચરણોમાં સોનાની ભેટ અર્પણ કરી રહ્યા છે.

ચેન્નઈના ભક્તે અર્પણ કર્યો સોનાનો નવલખો હાર

આ પર્વ દરમિયાન ચેન્નઈના એક માઈભક્તે માતાજીને સોનાનો નવલખો હાર અર્પણ કર્યો છે. અંદાજે 200 ગ્રામ વજન ધરાવતા આ હારની કિંમત રૂપિયા 26.91 લાખ હોવાનું જણાવાયું છે.

અંબાજી મંદિરમાં ભક્તિનો અનોખો માહોલ

દિવાળી, નૂતન વર્ષ અને ભાઈબીજના પવિત્ર પર્વે અંબાજી મંદિરમાં ભક્તોની અતૂટ શ્રદ્ધા અને ભક્તિનો અનોખો નજારો જોવા મળી રહ્યો છે. માં અંબા પ્રત્યેની આસ્થા સાથે ભક્તો દ્વારા સોના-ચાંદીની કિંમતી ભેટ અર્પણ કરવાનો સિલસિલો યથાવત છે. 


આ પણ વાંચો :   Delhi : પ્રણવ મુખર્જી વડાપ્રધાન બનવા ઇચ્છતા હતા તો તેમાં ખોટું શું? શર્મિષ્ઠા મુખર્જીએ સોનિયા ગાંધીને આપ્યો જવાબ