દિવાળી અને આગામી તહેવારોની મોસમ નજીક આવી રહી છે ત્યારે જ દેશમાં મોંઘવારી રાક્ષસી રૂપ ધારણ કરી રહી છે. તાજેતરના આંકડા મુજબ રિટેલ ફુગાવો વધીને 5.54 ટકા પર પહોંચી ગયો છે, જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોની દિવાળીનું બજેટ સંપૂર્ણપણે ડહોળાઈ ગયું છે. રસોડામાં દૈનિક વપરાશમાં આવતી ચીજવસ્તુઓ જેવી કે અનાજ, કઠોળ, ડુંગળી અને ખાદ્ય તેલના ભાવમાં સરેરાશ 15 થી 20 ટકાનો સીધો વધારો ઝીંકાયો છે.

કઠોળ અને અનાજમાં ભાવભડકો

બજારમાં અનાજ અને કઠોળના ભાવ આસમાને પહોંચ્યા છે. તુવેર દાળના ભાવ કિલોએ રૂ. 140 થી વધીને રૂ. 160 (30% વધારો) થઈ ગયા છે. આ ઉપરાંત ચોખાના ભાવ રૂ. 70 થી વધીને રૂ. 100 પ્રતિ કિલોએ પહોંચ્યા છે. કઠોળમાં મગ અને મગ દાળ રૂ. 110 થી વધીને રૂ. 120, ચણા અને ચણા દાળ રૂ. 100 થી વધીને રૂ. 110, તથા ચોળા રૂ. 120 થી વધીને રૂ. 130 પ્રતિ કિલો થઈ ગયા છે. ઘઉંના ભાવમાં પણ કિલોએ રૂ. 15 થી રૂ. 20 નો વધારો થતાં હવે તે રૂ. 35 થી રૂ. 40 પ્રતિ કિલો વેચાઈ રહ્યા છે. મસાલા માર્કેટમાં રાયમાં કિલોએ રૂ. 30 નો અને છોલે ચણા રૂ. 100 થી વધીને રૂ. 140 થઈ ગયા છે.

 Diwali Inflation, Retail Inflation, Food Price Hike

ગૃહિણીઓનું આયોજન ખોરવાયું

તહેવારોમાં મીઠાઈ અને ફરસાણ બનાવવા માટે મુખ્ય ગણાતા તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. જે તેલનો ડબ્બો અગાઉ રૂ. 2800 આસપાસ મળતો હતો તે હવે સીધો રૂ. 3000 ની સપાટીએ પહોંચી ગયો છે, એટલે કે ૧ કિલો/ડબ્બાના હિસાબે ભાવમાં રૂ. 600 સુધીનો વધારો નોંધાયો છે. ચણાના લોટ (બેસન) માં પણ કિલોએ રૂ. 30 નો વધારો ઝીંકાયો છે. તહેવારોના સમયે જ જીવનજરૂરી તમામ વસ્તુઓ મોંઘી થઈ જતાં આમ જનતા માટે તહેવારોની ઉજવણી કરવી મુશ્કેલ બની ગઈ છે.

આ પણ વાંચો : Banaskanthaના થરામાં ભાજપની ધમાકેદાર જીત, 19 બેઠકો જીતીને નીકળ્યું વિજય સરઘસ...