ગુજરાતના સાંસ્કૃતિક નગર વડોદરા (Vadodara) માં દિવાળી (Diwali) ના તહેવારો દરમિયાન ફટાકડાની આતિશબાજી અને રોશની વચ્ચે આગની દુર્ઘટનાઓના અસંખ્ય બનાવો સામે આવ્યા છે. ફાયર વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડાઓ અનુસાર, દિવાળી પછીના માત્ર પાંચ (5) દિવસના ટૂંકા ગાળામાં સમગ્ર શહેરમાંથી આગ લાગવાના કુલ 112 જેટલા કેસ નોંધાયા છે, જેનાથી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું.

9 નવેમ્બરે નોંધાયા સૌથી વધુ 40 કેસ

પ્રાપ્ત વિગતો મુજબ, તહેવારના દિવસોમાં આગના બનાવોમાં સતત વધારો જોવા મળ્યો હતો, જેમાં ખાસ કરીને 9 નવેમ્બર (9 November) ના રોજ એક જ દિવસમાં સૌથી વધુ 40 કેસ નોંધાતા અફરાતફરી મચી ગઈ હતી. આ આગની વિવિધ ઘટનાઓમાં કુલ 11 ઘર અને દુકાનો તેમજ 4 મોટા ગોડાઉન આગની લપેટમાં આવી ગયા હતા અને તેમાં રાખેલો લાખો રૂપિયાનો સામાન બળીને ખાક થઈ ગયો હતો.

સદનસીબે કોઈ જાનહાની નહીં

આટલી મોટી સંખ્યામાં આગના બનાવો બનવા છતાં એક રાહતની વાત એ રહી છે કે આ તમામ દુર્ઘટનાઓમાં કોઈ પણ પ્રકારની જાનહાની (No Casualties) થવા પામી નથી. જો કે, આગ ઓલવવાની કે તેની ચપેટમાં આવવાના કારણે દાઝી જવાના કુલ 6 જેટલા કેસ સામે આવ્યા છે, જેમાં ઇજાગ્રસ્ત થયેલા નાગરિકોને ત્વરિત સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ફાયર વિભાગની સમયસૂચકતા અને સતત દોડધામના કારણે મોટી હોનારત ટળી શકી હતી.

આ પણ વાંચો : Ahmedabad News : દિવાળી અને બેસતા વર્ષની રજાઓમાં પણ ડૉક્ટરોની નિષ્ઠા અડગ, શારદાબેન હોસ્પિટલના તબીબોએ સાબિત કર્યો 'સેવાધર્મ'