દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાએ આગમન કર્યુ છે. વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સ્થાનિકોને ગરમીના માહોલથી છુટકારો મળ્યો છે. વરસાદી માહોલ સર્જાતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યો છે. ખેતરોમાં પાકના વાવેતર માટે તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જામ કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાનું આગમન થતા આસપાસના વિસ્તારો પાણી-પાણી થયા છે. નદીઓ, નાળાંઓ છલકાયા છે.
વરસાદી માહોલ સર્જાયો
ભારે ઉકળાટ અને બફારાની વચ્ચે વરસાદી હેલી જોવા મળી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકામાં વરસાદ વરસ્યો હતો. 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. જામ કલ્યાણપુર તાલુકામાં મેઘરાજાનું આગમન થતા સ્થાનિકો અને ખેડૂતો ખુશ થયા હતા. ગરમીના માહોલ વચ્ચે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કલ્યાણપુર, પટેલકા, બાકોડી, દેવળીયા, રાવલમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના આગમનથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.
વરસાદનું રેડ એલર્ટ
રાજ્યમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતો ખુશ છે. અને સિંચાઇ પદ્ધતિ માટે તેઓ પાણી એકત્ર કરી શકશે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ કલ્યાણપુર તાલુકાના આસપાસના વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો સાથે જ નદીઓ બંને કાંઠે વહેતી થઇ છે. નાળાઓ છલકાયા છે. અને રસ્તાઓ પર નદી જેવું વહેણ જોવા મળી રહ્યુ છે. રોડ-રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે.