દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં તહેવારો નજીક આવી રહ્યા છે તેવા જ સમયે વરસાદ ખેંચાતાં ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. ખેતરોમાં ઉભેલા પાકને પાણીની તાતી જરૂરિયાત હોવાથી સિંચાઈના પાણીની અછતને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી. આ મુશ્કેલ પરિસ્થિતિને ધ્યાને રાખીને સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સૌની યોજના અંતર્ગત પાણી છોડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો.
વર્તુ-1 અને સોનમતી ડેમમાં સૌની યોજનાનું પાણી છોડાયું
સરકારના આ નિર્ણયથી ભાણવડ વિસ્તારના મુખ્ય જળાશય એવા વર્તુ-1 અને સોનમતી ડેમમાં સૌની યોજનાનું પાણી ઠાલવવામાં આવ્યું હતું. ડેમોમાં નવા નીરની આવક થતાં જળાશયોનું જળસ્તર ઊંચું આવ્યું છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં પાણીની સમસ્યા હળવી થઈ છે અને ડેમોમાં પાણીનો પુષ્કળ જથ્થો ઉપલબ્ધ થયો છે.
