ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દ્વારકા અને દીવ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોમાં ધોધમાર વરસાદનું જોર રહ્યું. ભારે વરસાદને પગલે તંત્ર દ્વારા લોકોને નદી કાંઠા અને દરિયાકિનારે ના જવા સૂચના આપવામાં આવી હતી. દરમિયાન જામ ખંભાળિયામાં આજે વરસાદનું જોર ધીમું પડતા રોડ અને રસ્તામાં ખાડામાં જોવા મળ્યા. શહેરમાં ટ્રાફિકથી ધમધમતા અનેક રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યા. રસ્તામાં ખાડારાજના કારણે સ્થાનિકો પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન













