દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં આવેલા બરડા વન્યજીવ અભયારણ્યની આજે યુરોપથી આવેલા પ્રવાસીઓએ ખાસ મુલાકાત લીધી હતી. અભયારણ્યની ચારેતરફ ફેલાયેલી હરિયાળી, કુદરતી સૌંદર્ય, વિવિધ વન્યજીવો અને રમણીય વાતાવરણ નિહાળીને વિદેશી પ્રવાસીઓ અત્યંત અભિભૂત અને મંત્રમુગ્ધ થયા હતા.

પ્રવાસીઓએ શબ્દોમાં વ્યક્ત કરી પોતાના અનુભવની લાગણીઓ

મુલાકાત દરમિયાન યુરોપના પ્રવાસીઓએ બરડા અભયારણ્યની પ્રાકૃતિક સુંદરતા અને શાંત વાતાવરણના ભરપૂર વખાણ કર્યા હતા. પ્રવાસીઓએ અહીં વિતાવેલા યાદગાર સમય, કુદરતી સંપત્તિ અને વન્યજીવ સૃષ્ટિ અંગેના પોતાના સુખદ અનુભવ તેમજ લાગણીઓ શબ્દોમાં વ્યક્ત કરી આ સ્થળની ભવ્યતાને બિરદાવી હતી.

વિદેશી પ્રવાસીઓમાં વધી રહ્યું છે બરડાનું આકર્ષણ

દેશી પ્રવાસીઓની સાથે હવે વિદેશી પ્રવાસીઓમાં પણ બરડા વન્યજીવ અભયારણ્યનું આકર્ષણ સતત વધી રહ્યું છે. યુરોપિયન પ્રવાસીઓની આ મુલાકાત અને તેમના સકારાત્મક પ્રતિભાવોથી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઈકો-ટુરિઝમ અને વન્યજીવ પ્રવાસનને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળી રહી છે.

આ પણ વાંચો : Ahmedabad News : AMC જનરલ બોર્ડમાં દબાણ મુદ્દે ગરમાવો, ગેરકાયદે બાંધકામ તોડી સરકારી જમીન મુક્ત કરવાની ઉઠી માંગ