અરબી સમુદ્રમાં સર્જાયેલું શક્તિ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારાથી દુર જતું રહ્યું હોવા છતાં તેની દરિયામાં વ્યાપક અસર જોવા મળી રહી છે. દ્વારકાના દરિયામાં હાલ જોરદાર કરંટ જોવા મળી રહ્યો છે.


ગોમતીઘાટ ધાટ પર 15 થી 20 ફુટ ઉંચા મોજાં ઉછળ્યા

દ્વારકાના દરિયામાં જોરદાર કરંટ જોવા મળ્યો છે અને 15થી 20 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ઘૂઘવતા મહાસાગરનું રૌદ્ર સ્વરુપ જોવા મળી રહ્યું છે. દ્વારકાના અરબી સમુદ્ર તેમજ ગોમતી ઘાટ પર 15 થી 20 ફુટ ઉંચા મોજા ઉછળી રહ્યા છે.

ઓખા બંદર પર 2 નંબરનું સિગ્નલ

હાલ દરિયામાં ભારે કરંટ હોવાથી ઓખા બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. માછીમારોને માછીમારી ન કરવા સૂચના અપાઈ છે.

https://www.instagram.com/reel/DPgN2y8EavF/?utm_source=ig_web_copy_link



સાત દિવસ વરસાદ રહેશે

બીજી તરફ શક્તિ વાવાઝોડાની અસર હેઠળ 7 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર સુધી રાજ્યમાં છુટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઇ છે. જો કે 48 કલાક સુધી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પણ પડી શકે છે. હાલ રાજ્ય પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર છે જેથી વરસાદની શક્યતા જોવા મળી રહી છે.

ત્રણ દિવસ પછી વરસાદની શક્યતા ધીમે ધીમે ઘટવા માંડશે

હવામાન વિભાગના કહેવા મુજબ ત્રણ દિવસ પછી વરસાદની શક્યતા ધીમે ધીમે ઘટવા માંડશે અને રાજ્યમાંથી મોટા ભાગના જિલ્લામાંથી ચોમાસાની વિદાય થશે. છેલ્લા બે દિવસથી રાત્રે અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે અને આજે પણ હળવો વરસાદ પડે તેવી આગાહી કરાઇ છે.


  • Follow us on: