ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આગામી ફેબ્રુઆરી 2027માં યોજાનારી પરીક્ષાઓ માટે ફોર્મ ભરવાની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. જેના પગલે રાજ્યભરની શાળાઓ અને વિદ્યાર્થીઓમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.

કયા વિદ્યાર્થીઓ ભરી શકશે ફોર્મ?

આ ઓનલાઈન પ્રક્રિયામાં ધોરણ 10 (SSC), સંસ્કૃત પ્રથમા તેમજ ધોરણ 12 (HSC) સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉત્તર બુનિયાદી પ્રવાહના વિદ્યાર્થીઓ ભાગ લઈ શકશે. આ ઉપરાંત નિયમિત વિદ્યાર્થીઓની સાથે-સાથે રિપીટર, જીસોસ (GSOS) અને ખાનગી વિદ્યાર્થીઓએ પણ નિયત સમયમર્યાદામાં ફોર્મ ભરવાના રહેશે.

મહત્વની તારીખો અને સમયમર્યાદા

બોર્ડની સૂચના અનુસાર, નિયમિત ફી સાથે ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત 4 નવેમ્બરથી થઈ ચૂકી છે. વિદ્યાર્થીઓ અને શાળાઓ આગામી 3 ડિસેમ્બર 2026ના રોજ રાત્રે 12:00 વાગ્યા સુધી ઓનલાઈન માધ્યમથી ફોર્મ સબમિટ કરી શકશે. બોર્ડે તમામ શાળા સંચાલકો અને વિદ્યાર્થીઓને નિર્ધારિત સમયમર્યાદામાં જ ફોર્મ પ્રક્રિયા પૂર્ણ કરવા ખાસ તાકીદ કરી છે.

Gujarat Board Exam 2027 The process of filling the forms for class 10 and 12 has started know the last date

કઈ વેબસાઈટ પરથી ભરાશે ફોર્મ?

વિદ્યાર્થીઓ અથવા શાળાઓએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જઈને ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા કરવાની રહેશે. સમયસર ફોર્મ ભરાવાથી કોઈપણ પ્રકારની છેલ્લી ઘડીની મુશ્કેલીઓથી બચી શકાશે.


આ પણ વાંચો: Gandhinagar News: સરકારી કર્મચારીઓને પડતર દિવસની રજા અપાઈ, 11મી નવેમ્બર સુધી સળંગ મીની વેકેશન