ગુજરાતમાં આજે બોર્ડ પરીક્ષાની પૂરક પરીક્ષાનું પરીણામ જાહેર કરવામાં આવ્યું. રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે 9.00 કલાકે બોર્ડની વેબસાઈટ પર આ પરિણામ મૂકવામાં આવ્યું હતું. ધોરણ-12 સામન્ય પ્રવાહમાં 51.58 ટકા પરિણામ આવ્યું. સામાન્ય પ્રવાહમાં બોર્ડ દ્વારા લેવાયેલ પૂરક પરીક્ષામાં 33,731 પૈકી 17,397 વિદ્યાર્થી પાસ થયા. આ પરિણામ બાદ વિદ્યાર્થીઓ આ જ વર્ષમાં આગામી અભ્યાસમાં જોડાઈ શકશે.


જૂન-જુલાઈ 2025માં લેવાઈ હતી પરીક્ષા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની જૂન-જુલાઈ 2025માં પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં થોડા દિવસ અગાઉ વિજ્ઞાન પ્રવાહનું પરીણામ જાહેર કરાયું હતું. જ્યારે આજે સવારે સામન્ય પ્રવાહનું પરીણામ જાહેર કરવામાં આવ્યું. ગઈકાલે શિક્ષણ મંત્રી પ્રફૂલ્લ પાનશેરિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ જાણકારી આપી હતી કે આવતીકાલે 17 જુલાઈના રોજ ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરાશે.

આગામી સમયમાં ધોરણ-10નું પરીણામ થશે જાહેર

જણાવી દઈએ કે ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષામાં 1-2 વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા દર વર્ષે લેવામાં આવે છે. ત્યારે બોર્ડની પરીક્ષા બાદ જૂન મહિનામાં ધો.12 સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષા લેવામાં આવી હતી. વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના પરીણામ આવી ગયા છે અને હવે થોડા જ દિવસોની અંદર ધોરણ-10ના પૂરક પરીક્ષાના પરિણામ જાહેર કરાઈ શકે તેવી શકયતા છે.

  • Follow us on: