ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને સંગીત જગતને મોટો ઝટકો વાગ્યો છે. જાણીતા ગાયક જીગરદાન ગઢવીએ નિવૃત્તિની જાહેરાત કરી છે. તેઓ હવે ગુજરાતી ફિલ્મોમાં ગીતો નહીં ગાય. તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આ જાહેરાત કરી છે. જીગરદાન ગઢવીના ચાહકોમાં ભારે નિરાશા વ્યાપી ગઈ છે. જીગરા તરીકે જાણીતા જીગરદાન ગઢવી હવે અન્ય પ્રોજેક્ટ પર કામ કરશે તેવો સંકેત પણ આપ્યો છે.


સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી

આજે રામનવમીના દિવસે જ તેમણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટમાં તેમણે લખ્યું છે કે, હું આ માધ્યમથી જાહેર કરુ છું કે, હવે પછી ગુજરાતી ફિલ્મો માટેના પ્લેબેક ગાયન તેમજ તમામ ગુજરાતી લેબલ્સ અને યૂટ્યૂબ ચેનલ્સના મ્યુઝિક પ્રોજેક્ટમાંથી નિવૃત્તિ લઈ રહ્યો છું. છેલ્લા 10 વર્ષનો આ સફર ખૂબજ યાદગાર રહ્યો છે. આપ સૌએ આપેલા પ્રેમ અને સપોર્ટ માટે દિલથી આભાર. તેમણે કયા કારણે આ નિર્ણય લીધો તેનો કોઈ ખુલાસો કર્યો નથી.

વ્હાલમ આવોને જેવા અનેક લોકપ્રિય ગીતો ગાયા

જીગરદાન ગઢવીએ વ્હાલમ આવોને જેવા અનેક લોકપ્રિય ગીતો ગાયા છે. સોશિયલ મીડિયામાં તેમના ચાહકો દ્વારા અલગ અલગ ચર્ચાઓ થઈ રહી છે. જીગરદાન ગઢવીએ પોતાના ફિલ્મી કેરિયરની શરૂઆત ગુજરાતી ફિલ્મ હાર્દિક અભિનંદનથી કરી હતી. ચાલ જીવી લઈએ ફિલ્મના ગીત ચાંદને કહો ખૂબજ પ્રચલિત રહ્યું છે. જીગરદાન ગઢવીનો જન્મ અમદાવાદમાં થયો હતો. તેમણે હાર્દિક અભિનંદન, આઈ વિશ અને લેપેટ જેવી ફિલ્મોમાં સંગીત આપ્યું છે.


આ પણ વાંચોઃ Chhota Udepur: પશુ સારવાર સેવા રામ ભરોસે! ડોક્ટરો અને ડ્રાઈવરોએ નોકરી છોડતા સેવાનું ફીંડલું વળ્યું


  • Follow us on: