છોટાઉદેપુર જિલ્લામાં પશુપાલન વિભાગની એક ગંભીર બેદરકારી સામે આવી છે. રાજ્ય સરકાર દ્વારા પશુઓની ત્વરિત સારવાર માટે શરૂ કરવામાં આવેલી 'ફરતું પશુ દવાખાનું' (એમ્બ્યુલન્સ) સેવા હાલમાં માત્ર કાગળ પર જ હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લાની કુલ 24 માંથી 20 એમ્બ્યુલન્સ છેલ્લા 8 મહિનાથી વિવિધ સારવાર કેન્દ્રો પર ધૂળ ખાઈ રહી છે.
છોટાઉદેપુર જિલ્લામાં પશુપાલન વિભાગની બેદરકારી
મળતી માહિતી મુજબ, ઈ એમ આર આઈ (EMRI) ગ્રીન હેલ્થ સર્વિસ અંતર્ગત ત્રણ વર્ષ પહેલાં આ સેવા શરૂ કરવામાં આવી હતી. જોકે, છેલ્લા કેટલાક સમયથી યોગ્ય વ્યવસ્થાપનના અભાવે પશુ ડોક્ટરો અને ડ્રાઈવરો મોટી સંખ્યામાં નોકરી છોડીને ચાલ્યા ગયા છે. સ્ટાફના અભાવે આ મોંઘીદાટ એમ્બ્યુલન્સો ચલાવનાર કોઈ નથી, જેને કારણે પશુઓને સમયસર સારવાર મળવી મુશ્કેલ બની છે.










