બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર થયેલા સનસનાટીભર્યા ફાયરિંગ કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને એક અત્યંત મહત્વપૂર્ણ અને મોટી સફળતા સાંપડી છે. હુમલાખોરોએ ફાયરિંગ કરવા માટે જે બંદૂકનો ઉપયોગ કર્યો હતો તે હથિયાર મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાંથી સફળતાપૂર્વક કબજે કર્યું છે. આ ચકચારી કેસમાં તપાસનો વ્યાપ વધારતાં પોલીસે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જેમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ હથિયાર કબજે થતાં જ સમગ્ર ષડયંત્રના તાર ગુજરાત અને રાજસ્થાન સાથે સીધા જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
ગુનો આચરી કાર મારફતે સુરત પહોંચ્યા અને ટ્રેન પકડી રાજસ્થાન ભાગ્યા
પોલીસ તપાસમાં આરોપીઓની ભાગવાની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડીનો ખુલાસો.મુંબઈ ખાતે ટાઇગર શ્રોફ પર ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યા બાદ શૂટર્સ અને તેમના સાગરીતો તાત્કાલિક કાર મારફતે મુંબઈથી ભાગીને સુરત પહોંચ્યા હતા.સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં તેઓએ ફાયરિંગમાં વપરાયેલી બંદૂક સંતાડી કે કોઈ માધ્યમ દ્વારા ત્યાં છોડી દીધી હતી.હથિયાર સુરતમાં ઠેકાણે પાડ્યા બાદ આરોપીઓ સુરત રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસીને સીધા રાજસ્થાન તરફ ફરાર થઈ ગયા હતા.મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓનો પીછો કર્યો હતો અને સુરતમાં લોકલ ઇનપુટ્સના આધારે દરોડો પાડીને બંદૂક શોધી કાઢી હતી.
