ભારત સરકારે તેરાપંથી જૈન આચાર્ય મહાપ્રજ્ઞજીની 105 મી જન્મજયંતિની શાનદાર ઉજવણી કરી. આ પાવન પ્રસંગે આચાર્ય મહાપ્રજ્ઞજીના સન્માનમાં 100 રૂપિયાના મૂલ્યનો 40 ગ્રામ શુદ્ધ ચાંદીનો સ્મારક સિક્કો બહાર પાડવામાં આવ્યો. આ સિક્કો ભારત સરકારની મુંબઈ ટંકશાળ દ્વારા બનાવવામાં આવ્યો છે. આ પ્રસંગે ભારતભરમાંથી મોટી સંખ્યામાં જૈન સમાજના ભક્તો અને શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા.
સિક્કાનું અનાવરણ કરવામાં આવ્યું













