રક્ષાબંધનના પવિત્ર પર્વ નિમિત્તે દેશની સરહદો પર ખડેપગે રાત દિવસ ફરજ બજાવતા વીર જવાનો પ્રત્યે આદર, કૃતજ્ઞતા અને સ્નેહની લાગણી વ્યક્ત કરવા માટે આંગણવાડીની બહેનો દ્વારા રક્ષાના પ્રતિક રૂપે 4.50 લાખ રાખડીઓ જવાનોને મોકલવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતિમાં રક્ષાસૂત્ર કળશ સરહદી દળોના અધિકારીઓને પ્રતિકરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો.
આંગણવાડી બહેનોએ આ રક્ષાસુત્ર બનાવ્યું
સરહદના જવાનો પોતાના પરિવારથી દૂર રહીને માતૃભૂમિની સુરક્ષા માટે સમર્પિત છે. તેમની સદાય રક્ષાની ભાવના સાથે મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડો. મનિષાબેન વકીલના માર્ગદર્શનમાં આંગણવાડી બહેનોએ રક્ષાબંધન પર્વ નિમિત્તે આ રાખડીઓ મોકલાવી છે. દેશની સીમાઓ સાચવતા અને ઘર પરીવારથી દૂર રહેતા સેનાના જવાનોની રક્ષા માટે આંગણવાડી બહેનોએ આ રક્ષાસુત્ર બનાવ્યું છે.
