ગુજરાતમાં શૈક્ષણિક વર્ષ 2026-27ની જાહેર રજાઓમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એક સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.સરકારી જાહેરનામા મુજબ શાળાઓ માટે જાહેર રજાઓની તારીખોમાં સુધારો કરવામાં આવ્યો છે.રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને આ નવા ફેરફારનો ચુસ્તપણે અમલ કરવા સૂચના અપાઈ છે.

રજાઓની તારીખોમાં ફેરફાર કરવાનો નિર્ણય 

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2026-27 માટે જાહેર રજાઓની તારીખોમાં સત્તાવાર રીતે ફેરફાર જાહેર કરવામાં આવ્યો છે.સરકારી જાહેરનામા મુજબ કરવામાં આવેલા આ મહત્વપૂર્ણ સુધારા અંગે બોર્ડ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.આ સુધારા અંતર્ગત શૈક્ષણિક વર્ષમાં આવતી બે મુખ્ય જાહેર રજાઓની તારીખોમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે.શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો અનુસાર,આગામી શૈક્ષણિક વર્ષ દરમિયાન રાજ્યભરમાં આ સુધારેલી તારીખો લાગુ રહેશે.

રજાઓમાં આ ફેરફાર કરવામાં આવ્યો

બોર્ડના જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે,શૈક્ષણિક વર્ષ 2026-27 દરમિયાન ધૂળેટી તહેવારની જાહેર રજા અગાઉ 22 માર્ચ 2027ના રોજ નક્કી કરવામાં આવી હતી. જોકે સરકારી જાહેરનામા મુજબ હવે તેમાં સુધારો કરવામાં આવ્યો છે અને ધૂળેટીની આ જાહેર રજા 22 માર્ચ 2027ના બદલે 23 માર્ચ 2027ના રોજ રહેશે.આ જ રીતે,ચેટીચાંદના તહેવારની જાહેર રજા પણ અગાઉ 8 એપ્રિલ 2027ના દિવસે રાખવામાં આવી હતી.નવા ફેરફાર અનુસાર હવે ચેટીચાંદની આ જાહેર રજા 8 એપ્રિલ 2027ના બદલે 9 એપ્રિલ 2027ના રોજ રાખવાનો સ્પષ્ટ આદેશ કરવામાં આવ્યો છે. 

શાળાઓને ખાસ તાકીદ કરવામાં આવી

ધૂળેટી અને ચેટીચાંદ બંને તહેવારોની રજાઓ નવી તારીખે રહેશે.આ ફેરફાર સંદર્ભે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને ખાસ તાકીદ કરવામાં આવી છે. શાળાઓના સંચાલકો અને આચાર્યોને આ નવા ફેરફારનો ચુસ્તપણે અમલ કરવા માટે સૂચના અપાઈ છે. સરકારી જાહેરનામા મુજબ જાહેર રજાઓની તારીખોમાં આ સુધારો કરવામાં આવ્યો હોવાથી રાજ્યભરની શાળાઓએ આ આદેશનું પાલન કરવાનું રહેશે.

આ પણ વાંચોઃ Rajkot News: કોન્ટ્રાક્ટર કોર્ટના ઓર્ડર સાથે 1.31 કરોડની વસુલાત કરવા RTO કચેરીએ પહોંચ્યા