રાજકોટમાં સરકારી તંત્ર સામે બનેલી આ ઘટનામાં વિજયભાઈ વડાલીયા નામના કોન્ટ્રાક્ટર કોર્ટના અધિકારીઓ સાથે આરટીઓ ઓફિસ જપ્તી માટે પહોંચ્યા હતા. સમગ્ર મામલાની વિગત એવી છે કે વર્ષ 1982-83માં ઓટોમેટિક વે બ્રિજ કોન્ટ્રાક્ટ આધારે આરટીઓ દ્વારા ખરીદવામાં આવ્યા હતા.આ ખરીદી બાદ નિયમ મુજબ સરકાર દ્વારા કોન્ટ્રાક્ટરને નાણાં ચૂકવવાના થતા હતા.પરંતુ લાંબો સમય વીતી જવા છતાં સરકાર દ્વારા કોઈ ચૂકવણી કરવામાં આવી નહોતી.તંત્ર તરફથી નાણાં ન મળવાને કારણે આખરે કોન્ટ્રાક્ટરે ન્યાય મેળવવા માટે કાયદાકીય લડત શરૂ કરી હતી અને આ વિવાદ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો.
1982માં ઓટોમેટીક વેબ્રેજીસ સપ્લાય કરવામાં આવ્યા હતાં
કોન્ટ્રાક્ટરે કહ્યું હતું કે, અમારા 1982માં ઓટોમેટીક વેબ્રેજીસ સપ્લાય કરવામાં આવ્યા હતાં. જેનું પેમેન્ટ બાકી હતું. જેને લઈને સરકાર સામે દાવો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ સરકાર સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટમાં પણ આ કેસ હારી ગઈ હતી. 2024ના ઓર્ડર પ્રમાણે હાઈકોર્ટના ઓર્ડર પ્રમાણે અમે રાજકોટની કોર્ટમાં દરખાસ્ત દાખલ કરી છે. અમને 40 વર્ષ વિતી ગયા પણ અમારુ પેમેન્ટ આપવામાં આવે તેવી અમે કોર્ટ સમક્ષ માગ કરી હતી. જેમાં કોર્ટે આ પેમેન્ટ વ્યાજ સાથે આપવા માટે ઓર્ડર કર્યો હતો. તે છતાંય સરકાર અમને અમારૂ પેમેન્ટ નહીં આપતી હોવાથી અમે કોર્ટમાં દરખાસ્ત કરી હતી.
